Breaking

Showing posts with label આટલુ જાણો. Show all posts
Showing posts with label આટલુ જાણો. Show all posts
May 11, 2019

આટલુ જાણો # ૩


એક ઈલેક્ટ્રોન નુ વજન 9.107 x 10 -31 કિલોગ્રામ  અને તેમા -1.602 x 10 19 કુલંબ ચાર્જ રહેલો હોય છે.
એક પ્રોટોન નુ વજન 1.67 x 10 -27  કિલોગ્રામ  અને તેમા +1.602 x 10 19 કુલંબ ચાર્જ રહેલો હોય છે.
એક ઈલેક્ટ્રોન કરતા પ્રોટોન લગભગ ૧૮૪૦ ગણો ભારે હોય છે.
એક cm  ના ચોરસ કોપર ના ટુકડા મા 8.45 x 1022  ઈલેક્ટ્રોન હોય છે.
પરમાણુ કેંન્દ્ર મા પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે જેને ન્યુક્લિયસ કહે છે. ન્યુક્લિયસ ની આજુબાજુ વર્તુળાકાર માર્ગ મા ઈલેક્ટ્રોન ફરે છે જેને ઈલેક્ટ્રોન ની કક્ષા કહે છે.આ કક્ષા મા ઈલેક્ટ્રોન ફરે છે. પ્રથમ કક્ષા મા 2, બીજી કક્ષામા 8 ત્રીજી કક્ષા મા 8 ચોથી કક્ષા મા 18 એવી રીતે ઈલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે.
કોપર Cu29  = ,,૧૮,
એલ્યુમિનિયમ Al13 = ,,
લોખંડ Fe26 = ,,૧૪,
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ૧,,કે ૩ ઈલેક્ટ્રોન હોય તેને વાહક પદાર્થ કહે છે. દા.ત તાબુ, લોખંડ
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ફ્રી ઈલેક્ટોન ના હોય તેને અવાહક પદાર્થ કહે છે. દા.ત રબર પીવીસી
જે પદાર્થ ની બાહ્ય કક્ષામા ૪ ઈલેક્ટ્રોન હોય તેને અર્ધવાહક પદાર્થ કહે છે. દા.ત કાર્બન સિલિકોન જર્મેનિયમ

May 09, 2019

આટલુ જાણો # 4

How to Crimp CAT-5 cable with RJ-45 connector
  • RJ -45 કનેક્ટર્સનો સામાન્ય રીતે ટેલિફોન અને નેટવર્ક કેબલ્સમાં ઉપયોગ થાય છે.  તેઓ સીરીયલ નેટવર્ક જોડાણો માટે વપરાય છે. જ્યારે RJ -45 કનેક્ટર્સ પ્રથમ ઉપયોગમાં આવ્યા, ત્યારે તેઓ મુખ્યત્વે ટેલિફોન્સ માટે ઉપયોગમાં લેવાતા હતા.  વિકાસમાં બીજા કદના કનેક્ટરની જરૂરિયાત ઊભી થઈ અને RJ -45 ફિટ થવા માટે સ્વીકારવામાં આવી. આજે ત્યાં 2 જુદા જુદા RJ-45 કનેક્ટર કદ ઉપલબ્ધ છે, તેમને અલગ પાડવાની સૌથી સહેલી રીત એ છે કે તેમની સાથેની બાજુની તુલના કરવી. CAT 6 કનેક્ટર CAT 5 કનેક્ટર કરતા મોટું છે. નીચે RJ -45 કનેક્ટરોને કેબલમાં ક્રાઇમિંગ કરવા માટેની સૂચનાઓ નો વિડીયો નીચે દર્શાવેલ છે જે તમારા પ્રેક્ટિકલ માટે અગત્ય નો છે.
અગત્ય ની માહિતી 
  • UTP (UNSHIELDED TWISTED PAIR) કેબલ ને CAT1 to 7,CAT5e and CAT6e મા વિભાજન કરવામા આવે છે. જેની ટ્રાંસફર સ્પિડ અને ઉપયોગીતા ઉપર ની  image મા બતાવવામા આવ્યુ છે. 
CAT-5 cable સાથે  RJ-45 નુ ક્રિમ્પિંગ ⏩⏩⏩

 
May 02, 2019

આટલુ જાણો # ૩

ઈલેક્ટ્રિકલ મીટર 

એમીટર➤  કરંટ માપવા માટે એમીટર હંમેશા સર્કિટમાં series  જોડાયેલું છે  આપણે  લાઇવ સર્કિટમાં કરંટ  માપવા માટે પરંપરાગત એમીટર નો ઉપયોગ કરી શકતા નથી. તેથી એક વિશિષ્ટ મીટર તેના માટે વપરાય છે જે ક્લિપ-ઑન મીટર તરીકે ઓળખાય છે  એમીટર ની રેેંજ વધારવા માટે તેની પેરેલલ મા એક ઓછા મા ઓછા ઓહ્મ નો રેેેજીીસ્ટંસ લગાડવા મા આવે છે જેને શંંટ કહે છે. એમીટર એ ઈન્ડિકેટીંગ ટાઈપ નુ મીટર છે. 

  વોલ્ટેમીટર➤    વોલ્ટેમીટરનો ઉપયોગ સર્કિટમાં માપ વોલ્ટેજ માપવા માટે થાય છે  વોલ્ટેમીટર લોડ અથવા સોર્સ સાથે સમાંતર (parallel) રીતે જોડાયેલ હોવું આવશ્યક છે.વોલ્ટેમીટર ની રેેંજ વધારવા માટે તેની series મા વધારે ઓહ્મ નો રેેેજીીસ્ટંસ લગાડવા મા આવે છે જેને મલ્ટિપ્લાયર  કહે છે. 

વૉટમીટૅર➤વૉટમીટૅર માં 4 ટર્મિનલ હોય છે. (M, L, C, V)  M અને C બહાર થી શોર્ટ  કરવા મા આવે  છે , M અને L વચ્ચે ની કોઇલ ને કરન્ટ કોઇલ કહેવાય છે. C અને V  વચ્ચેની  કોઇલ pressure  કોઇલ તરીકે ઓળખાય છે.

ટેકોમીટર➤મોટરની ઝડપ માપવા માટે, ટેકોમીટરનો ઉપયોગ થાય છે કોન્ટેક્ટ ટાઈપ  ટેકોમીટૅર નો ઉપયોગ 6000 RPM સુુુુધીની સ્પીડ માપવા માટે અને નોન કોન્ટેક્ટ ટાઈપ  ટેકોમીટૅર નો ઊપયોગ 6000 RPM સુધી ની સ્પીડ માપવા થાય છે
ટેકોમીટર ના ઉપયોગ કેવી રીતે થાય તે જોવા 

ફ્રિકવન્સી મીટર➤ ફ્રિકવન્સી  માપવા માટે, ફ્રિકવન્સી  મીટરનો ઉપયોગ થાય છે.મુખ્યત્વે વાઈબ્રેટીંગ ટાઈપ ના ફ્રિકવંસી મીટર નો ઉપયોગ થાય છે
આ મીટર ના ડેમો માટે 

ફેઝ સિકવન્સ મીટર➤ ફેઝ સિક્વન્સ જાણવા માટે, ફેઝ સિકવન્સ મીટરનો ઉપયોગ થાય છે
ફેઝ સિકવન્સ મીટર જોવા માટે 



ઓહ્મ મીટર અવરોધ માપવા માટે ઓહ્મ મીટરનો ઉપયોગ થાય છે મોટા જથ્થાના અવરોધ ને માપવા માટે, મેગરનો ઉપયોગ થાય છે


 લક્સ મીટર➤ light આપતા સોર્સ ના લ્યુમેન લક્સ મીટર માપવા માટે વપરાય છે.

હાઇડ્રોમીટર➤ લેડ એસીડ બેટરીના  એસિડના specific gravity માપવા માટે, હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે.
મલ્ટિમીટરમલ્ટિમીટરનો ઉપયોગ કરંટ  વોલ્ટેજ, અવરોધ  માપવા,માટે થાય છેઉપરાંત તે ડાયોડ ટ્રાન્ઝીસ્ટર વગેરે નુ ચેકિંગ કરવા પણ થાય છે. 

એનર્જી મીટૅર - લોડ ને સપ્લાય કરવા મા આવતી એનર્જી માપવા માટે એનર્જી મીટર નો ઉપયોગ થાય છે. ઈંડક્શન ટાઈપ એનર્જી મીટર વધારે વપરાય છે. એનર્જી મીટર એ ઈન્ટિગ્રેટીંગ ટાઈપ નુ મીટર છે.
April 25, 2019

આટલુ જાણો # 2

# 2 આગ નુ જાણવા જેવુ. 



આગ લાગવા માટે મુખ્ય ત્રણ વસ્તુ જવાબદાર છે. બળતણ,ઓક્સિજન (હવા) અને ગરમી. 


આગ નુ વર્ગીકરણ 

ક્લાસ
પદાર્થ
ઉદાહરણ
આગ ઓલવવા ના ઉપાય
ક્લાસ A
ઘન પદાર્થ
લાકડુ., કપડા.
રેતી પાણી CO2
ક્લાસ B
પ્રવાહી પદાર્થ
પેટ્રોલ, ડિઝલ
રેતી, ફોમ વાળુ પાણી.
ક્લાસ C
વાયુ પદાર્થ
LPG,CNG
DCP
ક્લાસ D
મેટલ પદાર્થ
કોપર, એલ્યુમિનીયમ
CO2, DCP,CTC,HALON
ક્લાસ E
ઈલેક્ટીકલ આગ
ટ્રાંસફોર્મર, પેનલ બોર્ડ
DCP,CTC,HALON
ક્લાસ F
કિચન ફાયર
ખાધ ચરબી, તેલ, ઘી
પાણી, ધાબળો


આગ ઓલવવા માટે વપરાતુ DCP પ્રકાર નુ ફાયર એક્સ્ટીગ્યુસર કોઈ પણ પ્રકાર ની આગ ઓલવવા માટે વપરાય છે. તેનુ પુરુ ના Dry Chemical Powder છે. તેમા પાવડર તરીકે મોનોમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ વપરાય છે.

⏩⏩⏩Fire Extinguisher  use  કરવા ની રીત ⏪⏪⏪

⏩⏩⏩આગ "ઓલવવા" ની નવી ટેકનોલોજી.⏪⏪⏪



ચોપડી બહાર ની વાત........

ઈલેક્ટીકલ આગ માટે ખાસ હેલોન પ્રકાર નુ ફાયર એક્સ્ટીગ્યુસર વપરાય છે. તેમા કેમિકલ તરીકે બ્રોમો ક્લોરોડીફ્લોરો મિથેન (BCF) કાર્બન ટેટ્રાક્લોરાઇડ (CTC) વપરાય છે. આ ફાયર એક્સ્ટીગ્યુસર ઉપર અત્યારે પ્રતિબંધ લગાવવા મા આવ્યો છે કારણ કે તેનાથી ઓઝોન ના લેયર ને બહુ જ નુકશાન થાય છે. 
April 25, 2019

આટલુ જાણો # 1

 #1 કરંટ ની બીક રાખવા જેવી ખરી.....

વિદ્યુતનો કરંટ લાગવાથી શરીર શ્વાસોશ્વાસની ક્રિયા અટકી પડે છે વ્યક્તિ બેભાન થઈ જાય છે જો વોલ્ટેજ અને કરંટ ની કિમંત વધારે હોય તો શરીર ભયંકર રીતે દાઝી જાય છે અથવા હ્ર્દય બંધ પડવાથી માણસ મરી પણ શકે છે.આપણા શરીર ઉપર વિદ્યુતની અસર કેટલી થાય છે તે નીચેની બાબતો પર આધાર રાખે છે 

કરંટ ની કિમંત



કરંટ ની રેંજ
કરંટ ની અસર
1 mA થી 10 mA                 
શરીર મા સામાન્ય ધ્રુજારી
10 mA થી  15 mA
તાણ કે આચકો અનુભવાય
15 mA થી  30 mA
સ્નાયુ સંકોચાય લકવા જેવુ થઈ જાય
30 mA થી 60 mA
સદાય લકવા જેવુ થઈ જાય અથવા મ્રુત્યુ પણ થાય
60 mA થી વધાર્રે 
સખત દાઝી જવાય અને મ્રુત્યુ થાય




(1) 30 mA થી વધારે કરંટ શરીર માથી પસાર થતા માણસ નુ મ્રુત્યુ પણ થઈ શકે છે,

(2)100 વોલ્ટ કરતા વધારે વોલ્ટેજ ના સંપર્ક મા આવતા શરીર મા થી કરંટ પસાર થવાનુ શરુ થઈ       જાય છે.

(3) સુકા શરીર નો રેજિસ્ટંન્સ લગભગ ૧૦૦૦૦૦ ઓહમ (એક લાખ) સુધી હોય છે.

(4) ભીના શરીર નો રેજિસ્ટંન્સ લગભગ ૧૦૦૦ ઓહમ થી પણ ઓછો હોય છે.

(5) 100 વોલ્ટ એ.સી. કરતા 100 વોલ્ટ ડી.સી. નો ઝટકો વધારે હોય છે.

(6) જમણા હાથ થી કામ કરનાર ની સાપેક્ષે ડાબા હાથ થી કામ કરનાર કારીગર ની ઈલેક્ટીક શોક થી       મ્રુત્યુ પામવાની શક્યતા વધારે હોય છે કારણ કે આપણુ હાર્ટ ડાબી બાજુ હોય છે.


(7) ઈલેક્ટીકલ શોર્ટ સર્કિટ થાય ત્યારે ક્યારેય પાણી થી આગ ઓલવવા નો પ્રયત્ન ન કરવો. 
⏩⏩⏩કરંટ થી કેટલુ દ્ઝાય જોવા માટે
ચોપડી બહાર ની વાત........

"એક" વીજળી ના ચમકારો........... 

એક આકાશ માથી ચમક્તી વીજળી મા 5૦૦૦ A થી 200૦૦૦A કરંટ હોય છે અને વોલ્ટેજ 40,૦૦૦ V થી 1,20,૦૦૦ V સુધીની હોય છે. તેથી જો આપણે સરેરાશ સરેરાશ લઈએ,  જો આટલા વોલ્ટેજ અને કરંટ ના સરેરાશ નો પાવર લગભગ ૧૦ અબજ વોટ થાય આટલા પાવરથી 60 જેટલા ઘર મા (2000 વોટ જેટલા લોડ ) નો પાવર 24 કલાક સુધી આપી શકાય.આ તો વાત થઈ માત્ર એક જ વીજળી ના ચમકારા ની વાત….આવી વરસ મા કેટલી વિજળી ના ચમકાર મા પ્રુથ્વી પર થતા હશે. 🤯🤯🤯


વીજળીની તાકાત બતાવતો video જોવા