Breaking

Showing posts with label GK. Show all posts
Showing posts with label GK. Show all posts
September 17, 2019

જનરલ નોલેજ ટેસ્ટ

જનરલ નોલેજ ટેસ્ટ -1


 નવરાશ ના સમય તાલીમાર્થી મા સામાન્ય જ્ઞાન મા રુચિ વધે તથા દેશ અને દુનિયા ની તે લોકો ને કેટલી માહિતી છે તેનુ સ્વમુલ્યાકંન કરી શકે તે માટે આ ક્વિઝ બનાવી છે. જે દ્વારા અલગ અલગ ક્ષેત્ર ના પ્રશ્નો નો સમાવેશ કરવા નો પ્રયત્ન કરેલો છે. આ પ્રશ્નો નુ લેવલ બેઝિક કક્ષાનુ છે. આશા છે કે ક્વિઝ બનાવવા પાછળ  કરેલ ખર્ચ નહી જાય. તમારા વિચાર કોમેંટ દ્વારા રજુ કરશો. .....

For GK Test ⏩⏩⏩⏩⏩
June 09, 2019

Latest Satellite image of Indian monsoon

ક્યા પહોચ્યુ ચોમાસુ ? 


ભારત મા નૈઋત્ય નુ ચોમાસુ હાલ ક્યા સુધી પહોચ્યુ જાનવા માટે નીચેની લિંક પર ક્લીક કરો.

INSAT Weather: Latest Satellite Images And Maps Of India:

ઇનસેટ સેટેલાઈટ  હવામાન: હવામાનની પરિસ્થિતિઓ અને હવામાનની જાણ સાથે, નવીનતમ ઉપગ્રહ છબીઓ, નકશા અને ભારતના એનિમેશન મેળવો.

INSAT Weather: Get the latest satellite images, maps and animations of India, along with meterological conditions and weather report.


May 27, 2019

ઈલેક્શન ના આ રેકોર્ડ તો તમને નવાઈ પમાડશે.........


ઈલેક્શન ના મહત્વ ના  આંકડા પર એક નજર...........
C R Patil
  • ⏩લોક્સભા ઈલેક્શન 2019 ના સૌથી વધારે અંતર ના માર્જિન થી નવસારી બેઠક પરથી C.R.PATIL  6,89,668 ની જોરદાર જીત મેળવી અને આજ ઈલેક્શન મા ઉત્તર પ્રદેશ ના મછલીશહર ની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી ના ભોલાનાથ નામના ઉમેદવાર માત્ર 181 વોટ ની જીત્યા ધ્યાન ખેચનાર બાબત એ છે કે  મછલીશહર ની સીટ મા નોટા ને 10830 વોટ મળ્યા.
Dr. Pritam Munde
  •  ⏩ભારત ના અત્યાર સુધી ના ઈલેક્શન મા સૌથી વધાર્રે મત થી જીતવા નો રેકોર્ડ મહારાષ્ટ્ર ના બીડ બેઠ્ક પરથી પ્રિતમ મુંડે ના નામે છે જેમને 6,96,321 ભયંકર લીડ થી જિત્યા છે.
congress at 1984
BJP at 2019
  •   ⏩1984 મા કોંગ્રેસ ની ભારતના ઈતિહાસ મા સૌથી વધારે બેઠક મળી હતી જે ની સંખ્યા 415/533 હતી એજ ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી ને માત્ર ૨ સીટ મળી હતી. 2014 મા કોંગ્રેસ  સૌથી ઓછી બેઠક મળી હતી જે ની સંખ્યા 44/545  હતી.2019 ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી ને 303  સીટ મળી હતી જે BJP ની ઈતિહાસ ની સૌથી વધારે છે.
Latest voting machine
  • ⏩1952 ની  ચૂંટણીનો ખર્ચ માત્ર 10.45 કરોડ હતો અને ભારત ના વોટર ની સંખ્યા 17.32 કરોડ હતી મતલબ એક વોટ ની કિમત ૬૦ પૈસા હતી 2019 ની ચૂંટણીનો ખર્ચ લગભગ 6500 કરોડ હતો અને ભારત ના વોટર ની સંખ્યા 90 કરોડ હતી મતલબ એક વોટ ની કિમત આશરે 72 રુપિયા થઈ ગઈ છે. તમે 72 રુપિયા બગાડ્યા તો નથી ને!!!!!!!!! 
    Shree Javaharlal Nehru
  • ⏩સૌથી વધારે સમય સુધી  વડાપ્રધાન બનવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુ ના નામે છે જે સતત 16 વર્ષ અને 286 દિવસ સુધી સતત વડાપ્રધાન પદ પર હતા.           
    Rajiv Gandhi
    ⏩ભારત ના વડા પ્રધાન બનનાર સૌથી યુવાન વ્યક્તિ રાજીવ ગાંધી હતા, જે 40 વર્ષ, 72 દિવસ ની ઉમર માં વડા પ્રધાન બન્યા હતા.
    મહાથિર બિન મોહંમદ
    મોરારજી દેસાઈ

  • ⏩ભારત ના સૌથી મોટી ઉમર ના વડા પ્રધાન  મોરારજી દેસાઈ હતી, જે 81 વર્ષ, 23 દિવસની ઉંમરે વડા પ્રધાન બન્યા હતા જે ગુજરાત ની સુરત બેઠ્ક પરથી ચૂંટણી લડી લોકસભા પહોચ્યા હતા.. વિશ્વ મા સૌથી ઘરડા વડાપ્રધાન નો રેકોર્ડ  મહાથિર બિન મોહંમદ ના નામે છે જે મલેશિયાના વડા પ્રધાન છે  તેમની ઉમંર 92 વર્ષ અને  141 છે. 

                                                

  • ⏩મનમોહન સિંહે ભારતના 14 માં વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તે ભારતના સૌથી શિક્ષિત  વડાપ્રધાન  છે.તે એક ભારતીય અર્થશાસ્ત્રી છે તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવી છે.ઉડી ને આંખે વળગે એવી વાત તો એ છે કે તેઓ ક્યારેય લોક્સભા ની ચૂંટણી લડ્યા નથી. 
Narendra Modi Road Show 2014
  • ⏩2014 મા ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર શ્રી મોદીએ 437 મોટી રેલીઓને સંબોધિત કરી, 5827 જાહેર ઇન્ટરફેસીંગ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને 25 રાજ્યોમાં ત્રણ લાખ થી પણ વધારે કિલોમીટરની મુસાફરી કરી હતી.જે એક મોટો રેકોર્ડ છે.