ઈલેક્શન ના મહત્વ ના આંકડા પર એક નજર...........
C R Patil |
- ⏩લોક્સભા ઈલેક્શન 2019 ના સૌથી વધારે અંતર ના માર્જિન થી નવસારી બેઠક પરથી C.R.PATIL 6,89,668 ની જોરદાર જીત મેળવી અને આજ ઈલેક્શન મા ઉત્તર પ્રદેશ ના મછલીશહર ની સીટ પરથી ભારતીય જનતા પાર્ટી ના ભોલાનાથ નામના ઉમેદવાર માત્ર 181 વોટ ની જીત્યા ધ્યાન ખેચનાર બાબત એ છે કે મછલીશહર ની સીટ મા નોટા ને 10830 વોટ મળ્યા.
Dr. Pritam Munde |
- ⏩ભારત ના અત્યાર સુધી ના ઈલેક્શન મા સૌથી વધાર્રે મત થી જીતવા નો રેકોર્ડ મહારાષ્ટ્ર ના બીડ બેઠ્ક પરથી પ્રિતમ મુંડે ના નામે છે જેમને 6,96,321 ભયંકર લીડ થી જિત્યા છે.
congress at 1984 |
BJP at 2019 |
- ⏩1984 મા કોંગ્રેસ ની ભારતના ઈતિહાસ મા સૌથી વધારે બેઠક મળી હતી જે ની સંખ્યા 415/533 હતી એજ ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી ને માત્ર ૨ સીટ મળી હતી. 2014 મા કોંગ્રેસ સૌથી ઓછી બેઠક મળી હતી જે ની સંખ્યા 44/545 હતી.2019 ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટી ને 303 સીટ મળી હતી જે BJP ની ઈતિહાસ ની સૌથી વધારે છે.
Latest voting machine |
- ⏩1952 ની ચૂંટણીનો ખર્ચ માત્ર 10.45 કરોડ હતો અને ભારત ના વોટર ની સંખ્યા 17.32 કરોડ હતી મતલબ એક વોટ ની કિમત ૬૦ પૈસા હતી 2019 ની ચૂંટણીનો ખર્ચ લગભગ 6500 કરોડ હતો અને ભારત ના વોટર ની સંખ્યા 90 કરોડ હતી મતલબ એક વોટ ની કિમત આશરે 72 રુપિયા થઈ ગઈ છે. તમે 72 રુપિયા બગાડ્યા તો નથી ને!!!!!!!!!
- ⏩સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુ ના નામે છે જે સતત 16 વર્ષ અને 286 દિવસ સુધી સતત વડાપ્રધાન પદ પર હતા.
Rajiv Gandhi |
- ⏩ભારત ના સૌથી મોટી ઉમર ના વડા પ્રધાન મોરારજી દેસાઈ હતી, જે 81 વર્ષ, 23 દિવસની ઉંમરે વડા પ્રધાન બન્યા હતા જે ગુજરાત ની સુરત બેઠ્ક પરથી ચૂંટણી લડી લોકસભા પહોચ્યા હતા.. વિશ્વ મા સૌથી ઘરડા વડાપ્રધાન નો રેકોર્ડ મહાથિર બિન મોહંમદ ના નામે છે જે મલેશિયાના વડા પ્રધાન છે તેમની ઉમંર 92 વર્ષ અને 141 છે.
મહાથિર બિન મોહંમદ |
મોરારજી દેસાઈ |
- ⏩મનમોહન સિંહે ભારતના 14 માં વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તે ભારતના સૌથી શિક્ષિત વડાપ્રધાન છે.તે એક ભારતીય અર્થશાસ્ત્રી છે તેમને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ મેળવી છે.ઉડી ને આંખે વળગે એવી વાત તો એ છે કે તેઓ ક્યારેય લોક્સભા ની ચૂંટણી લડ્યા નથી.
Narendra Modi Road Show 2014 |
- ⏩2014 મા ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર શ્રી મોદીએ 437 મોટી રેલીઓને સંબોધિત કરી, 5827 જાહેર ઇન્ટરફેસીંગ ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો અને 25 રાજ્યોમાં ત્રણ લાખ થી પણ વધારે કિલોમીટરની મુસાફરી કરી હતી.જે એક મોટો રેકોર્ડ છે.
Very nice information collected
ReplyDeletevery nice information
ReplyDelete