Breaking

જો તમારે ઝડપ થી નોકરી મેળવવી છે તો................




⏩⏩Resume Format Link⏪⏪
જો તમારે ઝડપ થી નોકરી મેળવવી છે તો................
સારી નોકરી મા ઈન્ટરવ્યુ આપવા માટે એક સાથે ઘણા ઉમેદવાર આવે છે. એ વખતે સારૂ Resume તમારી એક અલગ છાપ ઉભી કરે છે.તેના કારણે નોકરી મળવાના સંભાવના વધી જાય છે.તો Resume  કેવી રીતે લખવા, તેમા કયા કયા વિષય કે મુદ્દા હોવા જોઈએ તેના વિશે તમારે જાણવાની જરૂર છે.જેની માહિતી નીચે મુજબ છે.
🔯Resume શું છે?

સારો રિઝ્યૂમ લાંબા માર્ગે જાય છે Resume મા લખેલી માહિતી થી નોકરી આપનાર ને તમારા વિશે ની માહિતી પ્રાપ્ત  થાય છે. એક Resume મા નોકરી અરજદારની  ભૂતકાળમા કરેલી નોકરી નો ઇતિહાસ, શિક્ષણ, અને અન્ય પ્રસંગોચિત જાણકારી સંક્ષિપ્તમા મળે છે. રેઝ્યુમ એ તમારો Bio-Data પણ છે. અભિવ્યક્તિ અભ્યાસક્રમ, અથવા સીવીની જગ્યા લીધી છે. સંભવિત નોકરીદાતા પર અનુકૂળ છાપ બનાવવા માટે રિઝ્યુમ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
🔯Resume કેમ મહત્ત્વનું છે?
અનુકૂળ પ્રારંભિક છાપ વિના, કોઈ સંભવિત નોકરીદાતા તમને નોકરી પરના યોગ્ય ઉમેદવાર તરીકે વિચારણા કરવાનું બંધ કરી શકે છે અને બીજા લોકો એ બનાવેલા વધુ સારા રિઝ્યુમ્સ ની પસદંગી થઇ શકે છે.
Resume એ ખાલી તમારુ નામ અને સરનામુ લખેલુ કાગળ માત્ર નથી તે તો પોતાની જાત ને માર્કેટિંગ કરવા માટેનુ ઉત્તમ સાધન છે. તે ફક્ત એક દસ્તાવેજ કરતાં વધુ છે: Resume તમારી પૃષ્ઠભૂમિ, તમારી કુશળતા અને તમારી શિક્ષણની રૂપરેખા આપે છે જેથી સંભવિત એમ્પ્લોયર(નોકરીદાતા) તમે કંપનીની સફળતામાં કેવી રીતે મદદરુપ થઈ યોગદાન આપી શકો તે જોવા માટે ઝડપથી અને સહેલાઇથી સમજાવી શકાય છે.
જો તમે Resume બનાવવા નુ  શરૂ કર્યું નથી, ચિંતા કરશો નહીં. તમારા રેઝ્યૂમે કેવી રીતે ફોર્મેટ કરવું, કઈ માહિતીનો ઉપયોગ કરવો, શરમજનક ફોર્મેટિંગ ભૂલોને ટાળો, જે તમને જીવનભરની નોકરીનુ કરી શકે.   ઉપયોગી રેઝ્યૂમે નમૂનાઓ  તમારી જરૂરિયાતોને અનુરૂપ કરવા માટે કસ્ટમાઇઝ કરી શકાય છે, ભલે તમે કોઈપણ પ્રકારની નોકરી શોધી રહ્યાં હોવ.
તમને બધી પ્રકારની રીઝ્યુમ્સ યોગ્ય રીતે તૈયાર કરવા માટે Resume લેખન ટીપ્સ અને મહત્વપૂર્ણ માહિતી મળશે. 
🔯Resume મા મુખ્ય કયા મુદ્દા સમાવવામા આવે છે.
Titleઆ સેક્શન મા તમારુ નામ અને contact આવશે.

Career Objective તમે કંપની ના ફાયદા માટે શુ કરી શકો છો એ આ સેક્શન મા આવશે.

Academic Qualifications- તમારા Education ની Details એ આ સેક્શન મા આવશે.

Training & Certification- Education ની સાથે તમને મળેલી વધારા ની તાલીમ અહિ લખવા થી તમારા Resume ની વધારે સારી અસર પડશે.

Industrial Visit - Education ની સાથે ક્યાક Industry મા Visit કરી હોય તો એ પણ લખી શકાય છે.

Skills- તમારી અંદર રહેલી આવડત જરુર લખવી, આ આવડત કંપની મા કામ દરમ્યાન કામ આવે એવી હોય એ ખુબ જરુરી છે.

Project Done- તમે અગાઉ ની કંપની મા અથવા અભ્યાસ દરમ્યાન કોઈ વિશેષ પ્રોજેક્ટ કર્યો હોય તો તેની માહીતી પણ રજુ કરી શકાય જે તમારા Resume ની quality વધારે છે.  

Personal Profile- આ વિભાગ મા તમારી અંગત માહિતી જેવી કે નામ, સરનામુ, જ્ન્મ તારીખ, આવડત, શોખ, જાતિ, ધર્મ, ભાષા ની જાણકારી અને અન્ય માહિતી ને સમાવી શકાય છે.

Referenceજો તમારી પાસે અનુભવ હોય તો તમે જે અધિકારી ના હાથ નીચે કામ કર્યુ હોય તમનુ નામ અને contact આ વિભાગ મા લખવાથી તમારા અનુભવ ની સત્યતા વધશે. જે તમારુ જમા પાસુ બને છે.

Declaration- આ એક જાત નુ ઉપરોક્ત માહિતી સાચી છે તેનુ નાનુ પ્રમાણપત્ર છે.

અહિ ITI ના તાલીમાર્થી નુ Resume નુ ફોર્મેટ માટે ની લિંક મુકેલી છે. આ ફોર્મેટ મા તમે ના જોઈતી માહીતી Delete અને તમારી વધારા ની માહીતી ઉમેરી શકો છો.


⏩⏩Resume Format Link⏪⏪






No comments:

Post a Comment