જો તમે આ વખતે ITI મા સુપરવાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર ની ભરતી પરીક્ષા આપવાના છો ?...........
- તમારી પાસે ITI મા સુપર વાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર બનવાનો સૌથી મહામુલો અવસર આવ્યો છે. જો ખરેખર તમારે ITI મા સુપર વાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર તરીકે નોકરી કરવી જ છે તો પછી આવો ચાન્સ બીજી વાર નહિ મળે કારણ કે ભવિષ્ય મા આટલી મોટી ભરતી થવાની સંભાવના બહુ ઓછી છે. જો તમારે ITI મા આવવુ જ છે તો તમારે મોટીવેશન તથા મહેનત ની ખુબ જરુર પડશે મારા મિત્રો નો આ સંદર્ભે બહુ ફોન આવ્યા આથી આ વિગત લખવાની બહુ પ્રેરણા મળી છે. આ બ્લોગ મા Electrical group ની પરીક્ષા ની તમામ વિગત આપને પ્રાપ્ત થાય એ મારો મુખ્ય હેતુ છે. શરુઆત મારે મોટીવેશન થી કરવી છે.
માસ્તર માટે આમ તો એવુ કહેવાય છે કે
“ સબ નોકરી સટરપટર,માસ્તર કી નોકરી મે મજા,
આધે સાલ કી નોકરી આધે સાલ કી રજા.......”
- આ તો માસ્તર ની નોકરી ની વાત છે પણ આપણી નોકરી મા પણ થોડી સામ્યાતા છે. દર બીજો-ચોથો રવીવાર વત્તા તહેવાર ની રજા વત્તા 12 C/L અને ૩૦ E/L (15 E/L fix pay) આમ લગભગ ૧૫૦ દિવસ ની કુલ રજા મળે છે આ જ સરકારી નોકરી ની મજા છે. બિચારા પ્રાઈવેટ કંપની મા કામ કરનાર ને મળજો ખબર પડશે તમને! વાચનાર કેટલાક તો પ્રાઈવેટ કંપની મા કામ પણ કરતા હશે.......
- સરકારી નોકરી ની બીજી ખાસિયત જોબ સિક્યોરીટી છે જે આજ ના સમય મા બહુ અગત્ય નો એડવાન્ટેઝ છે.
- સુપરવાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર ની નોકરી નો પગાર ૩૧૩૪૦/- થાય છે એ ઓછો ના કહેવાય. ત્યાર બાદ સમયે સમયે વધતી મોઘવારી ની તમારે કોઈ ચિંતા કરવાની નથી તેની ચિંતા સરકાર કરશે.
- સરકારી નિયમ મુજબ સુપર વાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર ને એક બેચ સંભાળવા ની હોય છે જેમા માત્ર 20 તાલીમાર્થી હોય છે આથી ટેકનીકલી તમારો વર્ક લોડ ઓછો હોય છે.
- કદાચ ઘર થી થોડે દૂર નોકરી મળે તો બીજા અને ચોથા શનિવાર અને રવીવાર એ રજા હોવાથી એ સમય દરમિયાન ઘર ની મુલાકાત લઈ સામાજીક જવાબદારી પણ સંભાળી શકાય છે. જે લાભ શિક્ષકો ને નથી મળતો.
- સુપરવાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર વર્ગ- ૩ મા આવતા હોવાથી એ લોકો ની વારંવાર બદલી થવાનો ભય રહેતો નથી આથી માનસિક શાંતિ રહે છે. આ ઉપરાંત સરકાર ના નબળા વિધ્યાર્થી ને તાલીમ અને રોજગાર મળી રહે એવા અભીગમ ના કારણે લગભગ દરેક તાલુકા મથકે આઈ.ટી.આઈ આવેલી છે એટલે તમારા ઘર ની નજીક તમને નોકરી મળી રહેવાની સંભાવના વધારે છે.
- તમારા માથી ગણાબધા B.E થયેલા હશે આથી આઈ.ટી.આઈ ના તાલીમાર્થી ને શિક્ષણ આપવુ તમારા માટે બહુ અઘરુ હોય એવુ મને લાગતુ નથી આથી નોકરી કરવા મા તમને વધારે મુશ્કેલી નહિ પડે એમા પણ બહેનો માટે તો આ એક Dream job બની શકે છે.
- તમારી પાસે આવતા તાલીમાર્થી ઓ Educationally બઉ નબળા હોય છે.જો તમે થોડુ ધ્યાન આપો તેને સારી નોકરી મળશે તો તમને કઈક સારુ કર્યા ની મજા આવશે.
મને લાગે છે આટલા એડવાન્ટેઝ પછી તમને આ સરકારી નોકરી મેળવવા માટે પુરતુ મોટીવેશન મળી રહેશે. એવી શુભ-ઈચ્છા.
- આઈ.ટી.આઈ મા ચાલતા ટ્રેડ જેવા કે વાયરમેન અને ઈલેક્ટ્રિશીયન ના સિલેબસ નો અભ્યાસ કરવો. એ સિલેબસ તમને DGT ની વેબસાઈટ પરથી મળી જશે. આ વાચ્યા પહેલા જો તમે તૈયારી કરવાની ચાલુ નથી કરી તો તમે આ જોબ માટે સિરીયસ નથી. જો ખરેખર જોબ મેળવવી જ હોય તો મહેરબાની કરીને સમય ના બગાડતા.
- વાયરમેન અને ઈલેક્ટ્રિશીયન ના સિલેબસ વાચવાથી તમને થોડો આઈડિયા આવશે ત્યાર બાદ આ ટ્રેડ માટે nimi ની theory ની book જે ઓન લાઈન મળે છે તે 2 કે 3 મિત્રો વચ્ચે વસાવી વાચવી. મારી અગંત સલાહ તો એવી છે કે ઓછા મા ઓછુ 2 વાર તો આ બૂક વાચંવી.
- જો વચ્ચે થોડો ટાઈમ મળે તો તમારા ઘર ની નજીક ની આઈ ટી આઈ ની મુલાકાત લઈ ત્યા નોકરી કરતા સુપરવાઈઝર ઈન્સ્ટ્ર્ક્ટર ની પાસે થી ગાઈડન્સ મેળવજો જે તમને વધારે મદદ રુપ થશે.
- B.E મા આવતા કેટલાક સબજેક્ટ ની પણ તમારે બહુ ઊંડાણ થી અભ્યાસ કરવો.જેવા કે EEE, AC AND DC MACHINE, BASIC POWER SYSTEM,BASIC PROTECTION,
- આ ઉપરાંત તમારી આજુબાજુ અભ્યાસ કરતા વાયરમેન અને ઈલેક્ટ્રિશીયન ના તાલીમાર્થી ની ચોપડીઓ એક વાર ઉપર ઉપર થી વાચી જવી. તેના ઉપર થી તમને કયો સબજેક્ટ ના કયા ટોપિક કેટલા ઊંડાણ થી વાચવા એની વધારે ખ્યાલ આવશે.
- B.E મા આવતા first year મા આવતો સબજેક્ટ EEE તો આખો ગોખી મારવો. No Option. EEE માટે R.K. MEHTA Basic Electrical Engineering ની બૂક મને સૌથી વધારે ગમે છે. ટેક મેક્સ કે અતુલ પ્રકાશ વાચી ટાઈમ ના બગાડવો. દાખલા પણ ગણવા આથી real system મા electrical quantities નો ખ્યાલ આવશે.
- વાયરમેન અને ઈલેક્ટ્રિશીયન ની આકાશ પ્રકાશ ની થિયરી ની બૂક એક વાર તો અવશ્ય વાચવી.
- નવરાશ ના સમય મા online ટેસ્ટ આપી શકાય.
આશા છે કે તમારા મુઝ્વતા પ્રશ્નો નો જવાબ મળ્યા હશે. આ માહીતી તમને ઉપયોગી થાય એવી શુભેચ્છા
તમારા પ્રશ્નો ના જવાબ આપવા મને ગમશે.
- હવે પછી ના ભાગ મા નોન ટેકનીકલ એટલે કે G.K ની તૈયારી કેવી રીતે કરવી એની માહીતી મેળવીશુ.




Bhai khub Saras...but computer mate koi guidance app to bahu saru ..
ReplyDeleteNext blog ma mechanical and computer group mate analysis chalu chhe
ReplyDeletePlease submit your blog for mechanical
DeleteNimi ni book refer na kare to chale..They just need to focus on basic subject of electrical engineering
ReplyDeleteGood,👍 keep it up
ReplyDelete